ISRO SAC ભરતી 2025: 55 ટેકનિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો

ISRO SAC ભરતી 2025 : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) હેઠળ આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા નવી ભરતી 2025 માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ટેકનિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ જેવી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને અરજી કરવાની રીત તેમજ અન્ય માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.

ISRO SAC ભરતી 2025 ની મુખ્ય માહિતી

વિગતમાહિતી
સંસ્થા નામISRO – Space Applications Centre (SAC), Ahmedabad
ભરતી વર્ષ2025
પોસ્ટ નામTechnician ‘B’, Pharmacist ‘A’
કુલ જગ્યાઓ55
અરજી કરવાની રીતઓનલાઇન (Online)
અધિકૃત વેબસાઇટhttps://www.sac.gov.in

Read Also: પંજાબ નેશનલ બેંક દ્વારા ભરતી 2025 – કુલ 750 જગ્યાઓ માટે તક

ખાલી જગ્યાઓની વિગત

  • Technician ‘B’ (વિવિધ ટ્રેડમાં) – 52 જગ્યાઓ
  • Pharmacist ‘A’ – 03 જગ્યાઓ

ઉમેદવારોને અલગ અલગ ટ્રેડ મુજબ શિક્ષણ લાયકાત અને અનુભવની જરૂર રહેશે, જેની વિગત અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

શૈક્ષણિક લાયકાત

  • Technician ‘B’ માટે: ITI પાસ ઉમેદવાર, સંબંધિત ટ્રેડમાં માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી.
  • Pharmacist ‘A’ માટે: ફાર્મસીમાં ડિપ્લોમા ધરાવતા અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં નોંધાયેલા ઉમેદવારો અરજી કરી શકે છે.

પગાર માળખું

  • Technician ‘B’: રૂ. 21,700/- થી રૂ. 69,100/- (Level 3)
  • Pharmacist ‘A’: રૂ. 29,200/- થી રૂ. 92,300/- (Level 5)

ઉમેદવારોને અન્ય ભથ્થાં પણ ISRO નિયમો મુજબ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નીચે મુજબ થશે:

  1. લેખિત પરીક્ષા (Written Test)
  2. સ્કિલ ટેસ્ટ / ટ્રેડ ટેસ્ટ
  3. દસ્તાવેજ ચકાસણી (Document Verification

અરજી કરવાની રીત

  1. ઉમેદવારોએ https://www.sac.gov.in પર જઈ “Careers” વિભાગ ખોલવો.
  2. “ISRO SAC Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
  3. જરૂરી માહિતી ભરી, દસ્તાવેજ અપલોડ કરો અને ફી ચુકવો (જો લાગુ પડે).
  4. અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કૉપી રાખવી.

Read Also: AAI દિલ્હી એપ્રેન્ટિસ ભરતી 2025 : ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે અરજી કરો

By Mitesh Parmar

મિતેશ પરમાર એક શિક્ષણપ્રેરક વક્તા (Educational Speaker) છે અને તેમને ત્રણ વર્ષનો અનુભવો છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરે છે. મિતેશ પરમાર બી.કોમના વિદ્યાર્થી છે અને સાથે એક ઉદ્દીપક ઇન્ફ્લુએન્સર તરીકે પણ જાણીતા છે. તેમની પ્રેરણાદાયક વાતો અને માર્ગદર્શન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ચૂક્યા છે.

2 thoughts on “ISRO SAC ભરતી 2025: 55 ટેકનિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *