ISRO SAC ભરતી 2025 : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) હેઠળ આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC), અમદાવાદ દ્વારા નવી ભરતી 2025 માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ટેકનિશિયન ‘B’ અને ફાર્માસિસ્ટ ‘A’ જેવી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી અને અરજી કરવાની રીત તેમજ અન્ય માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચો.

ISRO SAC ભરતી 2025 ની મુખ્ય માહિતી
| વિગત | માહિતી |
|---|---|
| સંસ્થા નામ | ISRO – Space Applications Centre (SAC), Ahmedabad |
| ભરતી વર્ષ | 2025 |
| પોસ્ટ નામ | Technician ‘B’, Pharmacist ‘A’ |
| કુલ જગ્યાઓ | 55 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન (Online) |
| અધિકૃત વેબસાઇટ | https://www.sac.gov.in |
Read Also: પંજાબ નેશનલ બેંક દ્વારા ભરતી 2025 – કુલ 750 જગ્યાઓ માટે તક
ખાલી જગ્યાઓની વિગત
- Technician ‘B’ (વિવિધ ટ્રેડમાં) – 52 જગ્યાઓ
- Pharmacist ‘A’ – 03 જગ્યાઓ
ઉમેદવારોને અલગ અલગ ટ્રેડ મુજબ શિક્ષણ લાયકાત અને અનુભવની જરૂર રહેશે, જેની વિગત અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
શૈક્ષણિક લાયકાત
- Technician ‘B’ માટે: ITI પાસ ઉમેદવાર, સંબંધિત ટ્રેડમાં માન્ય પ્રમાણપત્ર હોવું જરૂરી.
- Pharmacist ‘A’ માટે: ફાર્મસીમાં ડિપ્લોમા ધરાવતા અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં નોંધાયેલા ઉમેદવારો અરજી કરી શકે છે.
પગાર માળખું
- Technician ‘B’: રૂ. 21,700/- થી રૂ. 69,100/- (Level 3)
- Pharmacist ‘A’: રૂ. 29,200/- થી રૂ. 92,300/- (Level 5)
ઉમેદવારોને અન્ય ભથ્થાં પણ ISRO નિયમો મુજબ આપવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી નીચે મુજબ થશે:
- લેખિત પરીક્ષા (Written Test)
- સ્કિલ ટેસ્ટ / ટ્રેડ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી (Document Verification
અરજી કરવાની રીત
- ઉમેદવારોએ https://www.sac.gov.in પર જઈ “Careers” વિભાગ ખોલવો.
- “ISRO SAC Recruitment 2025” લિંક પર ક્લિક કરો.
- જરૂરી માહિતી ભરી, દસ્તાવેજ અપલોડ કરો અને ફી ચુકવો (જો લાગુ પડે).
- અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કૉપી રાખવી.
Read Also: AAI દિલ્હી એપ્રેન્ટિસ ભરતી 2025 : ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે અરજી કરો
Please give me a details
Hi