પીએમ કિસાન 21મો હપ્તો 2025: ખેડૂતો માટે ખુશખબર! તમારા ખાતામાં આવી શકે છે રૂ.2000ની રકમ

પીએમ કિસાન 21 મો હપ્તો 2025: ભારત સરકારની સૌથી લોકપ્રિય યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM KISAN YOJANA) અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત ₹2000 નો હપ્તો આપવામાં આવે છે. આ યોજનાની 21મો હપ્તો જલ્દી જ ખેડૂતોના ખાતામાં જમા થવાની છે. જો તમે આ યોજનાના લાભાર્થી છો તો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે તપાસી લો. PM Kisan 21 માં હપ્તા અંગેની માહિતી કેવી રીતે મેળવવી ? આ યોજનાનો હેતુ શું છે ? તેના ફાયદા અને લિસ્ટમાં તમારું નામ છે કે નહિ કેવી રીતે ચેક કરવું.

PM KISAN 21TH INSTALLMENT 2025

PM Kisan Yojana Overview (2025)

યોજના નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
શરૂ વર્ષ2019
કુલ કિસ્ત21મી કિસ્ત (નવેમ્બર 2025)
લાભાર્થીનાના અને મધ્યમ સ્તરના ખેડૂત
સહાય રકમ₹6000 પ્રતિ વર્ષ (₹2000 પ્રતિ કિસ્ત)
અધિકૃત વેબસાઇટpmkisan.gov.in

Read Also: હવે ઘેર બેઠાં ચૂંટણી કાર્ડ માં સુધારો કરો | Voter ID Online Correction 2025

PM Kisan Yojana શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને મધ્યમ સ્તરના ખેડૂતોને વર્ષના ₹6000 ની મદદ સરકાર દ્વારા સીધી બેંક ખાતામાં આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે – દરેક કિસ્ત ₹2000 ની હોય છે.

PM Kisan 21મી હપ્તો 2025 તારીખ

સરકાર દ્વારા મળેલી માહિતી મુજબ, 21મી હપ્તો 2025 ના અંત સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. આ માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વચ્ચે માહિતીનું વેરીફિકેશન ચાલી રહ્યું છે

તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે તપાસશો:

  1. 👉 https://pmkisan.gov.in વેબસાઇટ ખોલો.
  2. હોમ પેજ પર “Beneficiary List” પર ક્લિક કરો.
  3. તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
  4. ત્યારબાદ તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે તપાસો

eKYC કરાવવું જરૂરી છે:

જો તમારું eKYC પૂરું નથી, તો 21મી કિસ્ત રોકાઈ શકે છે. eKYC કરાવવાની પ્રક્રિયા:

  1. https://pmkisan.gov.in પર જાઓ.
  2. હોમ પેજ પર “eKYC” વિકલ્પ પસંદ કરો.
  3. આધાર નંબર નાખી OTP વેરીફિકેશન કરો.

PM Kisan Yojanaના ફાયદા:

  1. ખેડૂતોને સીધી આર્થિક સહાય મળે છે.
  2. ખેતી માટે જરૂરી બીજ, ખાતર, સાધનો ખરીદવામાં મદદરૂપ.
  3. સરકાર તરફથી સીધી ટ્રાન્સફર (DBT) મારફતે પારદર્શક વ્યવસ્થા.
  4. ગામડામાં આર્થિક સ્થિરતા લાવવા સહાયક.

21મો હપ્તો સંબંધિત તાજા અપડેટ્સ:

  • કિસ્ત જમા થતી વખતે મોબાઈલ પર SMS સૂચના મળશે.
  • જો તમારું નામ લિસ્ટમાં નથી તો તમારા તાલુકા કૃષિ અધિકારીનો સંપર્ક કરો.
  • eKYC અને બેંક ખાતાની માહિતી યોગ્ય રાખવી જરૂરી છે.
ચેક કરોઅહી ક્લિક કરો

Read Also: Aadhar Update 2025: હવે ઘેર બેઠા તમાંરા આધાર કાર્ડમાં સુધારો કરાવો

By Mitesh Parmar

મિતેશ પરમાર એક શિક્ષણપ્રેરક વક્તા (Educational Speaker) છે અને તેમને ત્રણ વર્ષનો અનુભવો છે. તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે અને તેમને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરે છે. મિતેશ પરમાર બી.કોમના વિદ્યાર્થી છે અને સાથે એક ઉદ્દીપક ઇન્ફ્લુએન્સર તરીકે પણ જાણીતા છે. તેમની પ્રેરણાદાયક વાતો અને માર્ગદર્શન અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બની ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *